News

ચિદમ્બરના ઘરમાં સીબીઆઈની ટિમ દિવાલ કૂદીને ઘુસી, ધરપકડની તૈયારી?

કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં ગુમ થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નથી.એવામાં ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી હતી. ચિદમ્બરમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવાયા તે પછી 27 કલાક બાદ જાહેરમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પોતાને નિર્દોષ જણાવતા પોતાને અને તેમના પુત્ર કાર્તિકને ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રી પી. ચિદમ્બરમ સીબીઆઈની ટીમ ત્યાં પહોંચે તે પહેલા પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. સીબીઆઈની ટીમ તેમનો પીછો કરતા તેમના ઘરે પહોંચી હતી. સીબીઆઈની ટીમને ઘરમાં પ્રવેશવા દેવાઈ ન હતી એટલી સીબીઆઈ ટીમે દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચિદમ્બરમ સામે સીબીઆઈ અને ઈડીએ લુક આઉટ નોટિસ જાહેર કરી છે.

Photo: ANI

પત્રકાર પરિષદમાં પી. ચિદમ્બરમે કહ્યું કે હું આરોપી નથી. મારી સામે ચાર્જશીટ નથી. મારા પરિવારની સામે કોઈ ચાર્જશીટ નથી.આજે સુનાવણી માટે મારા કેસનું લિસ્ટિંગ નથી થયું. મને અને મારા પુત્ર કાર્તિકને ફસાવવામાં આવી રહ્યા છે. અંડરગ્રાઉન્ડ થઈ જવા અંગે તેમણે કહ્યું કે રાતથી વકીલો સાથે દસ્તાવેજ તૈયાર કરી રહ્યો હતો.

ચિદમ્બરમ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા તે સમયે સીબીઆઈની ટીમ કોંગ્રેસ હેડક્વાર્ટર જવા નીકળી ચૂકી હતી. તે પહેલા તેઓ ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમની સાથે કપિલ સિબલ, અભિષેક મનુ સંઘવી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. સીબીઆઈની ટીમ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નીકળી પી. ચિદમ્બરમના ઘરે જવા રવાના થઈ હતી.

Back to top button