India

અચ્છે દિન? બિસ્કિટ કંપની પાર્લે-જી 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે તેવી શક્યતા,

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પાર્લે પ્રોડકટ્સ પણ તેના 8થી 10 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે તેવી શક્યતા છે. કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે જો આ રીતે જ વપરાશમાં મંદી યથાવત રહેશે તો તેને કર્મચારીઓને કાઢવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એ વાતનો સંકેત આપી રહી છે કે અર્થવ્યવસ્થા યોગ્ય ટ્રેક પર ચાલી રહી નથી.કંપનીના કારોબારીએ બુધવારે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી બિસ્કીટ બનાવતી કંપની પાર્લે પ્રોડક્ટ્સ પ્રા.લિ. 10,000 થી વધુ કામદારોને છૂટા કરી શકે છે.

ઉત્પાદનમાં ઘટાડો થયો છે કારણ કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ કપડાંથી લઈને કાર સુધીના દરેક ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો થવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો કર્યો છે. કંપનીઓને આશા છે કે ભારત સરકાર આ મંદીનો સામનો કરવા માટે કેટલાક પગલા ભરશે.કંપનીએ કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઓછી કિંમત પર વેચાનાર બિસ્કિટ પર લાગતો જીએસટી ઘટાડવામાં આવે. બિસ્કિટ 5 રૂપિયા અને તેનાથી ઓછાના પેકમાં વેચાય છે. સરકાર અમારી અપીલ માનશે નહિ તો અમારી પાસે 8,000થી 10,000 લોકોને નોકરીમાંથી કાઢવા સિવાય કોઈ રસ્તો નથી. વેચાણમાં ઘટાડાની ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે.

આપણે જાણીએ છીએ કે પાર્લે દેશની સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે.કંપનીમાં એક લાખ કર્મચારીઓ કામ કરે છે અને કંપનીના 10 પ્લાન્ટ્સ છે. આ સિવાય કંપની 125 થર્ડ પાર્ટી મેન્યુફેકચરિંગ ફેસિલિટી પણ ઓપરેટ કરે છે.પાર્લે સિવાય બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટ બનાવનારી  બ્રિટાનિયાએ પણ થોડા દિવસો અગાઉ આવી ચિંતા વ્યક્ત કરી હતી. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વરુણ બૈરીએ કહ્યું કે વપરાશકારો બિસ્કિટનું પાંચ રૂપિયાનું પેકેટ ખરીદવાથી પણ અચકાઈ રહ્યાં છે. આ ઈકોનોમી માટે એક ગંભીર મુદ્દો છે.

Back to top button