India

ભારતીય સેનાએ અભિનંદનને પકડનાર પાકિસ્તાની કમાન્ડોને ઠાર માર્યો

થોડા મહિના અગાઉ વાયુસેનાના કમાન્ડરની અટકાયત કરનાર પાકિસ્તાની સેનાના કમાન્ડોને ભારતીય આર્મીએ ઠાર માર્યો છે.પાકિસ્તાની સેના તરફથી સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.  પાક કમાન્ડોનું મોત થયું છે.નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામામાં એટેક પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકીઓને પતાવી દીધા હતા.

પછી પાકના વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી હતી ત્યારે અભિનંદન પોતાના વિમાનમાંથી પડીને પીઓકેમાં પહોંચી ગયો હતો.પાકિસ્તાની સૈનિકોએ તેની અટકાયત કરી હતી.મળતી વિગતો મુજબ સૂબેદાર અહમદ ખાનની એલઓસીના નકિયાલ સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ ફાયરિંગમાં મોત થયું છે. અહમદ ખાન ભારતમાં ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હતો ત્યારે સેનાએ તેને પતાવી દીધો હતો.

27 ફેબ્રુઆરીના રોજ જ્યારે અભિનંદન પકડાવાની તસવીરો પાકિસ્તાને જાહેર કરી હતી. તેમાં દાઢીવાળા સૈનિક ખાનને ભારતીય પાયલટની પાછળ ઉભેલો જોઈ શકાય છે.પાકિસ્તાની સૈનિકોએ અભિનંદનને તે સમયે પકડ્યો હતો જ્યારે તેનું મિગ 21 વિમાન પાકિસ્તાની વિમાનનો પીછો કરતા સમયે ક્રેશ થયું હતું.જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ભારતીય સરહદમાં પ્રવેશ કરાવીને ખાન અને તેના સાથીઓ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતાં હતાં.

Back to top button