Gujarat

રાજકોટ: ઊંઘમાં માતા પડખુ ફરી અને બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું, કારણ જાણશો તો ચોકી જશો

રાજકોટ : રાજકોટમાં એક બનાવ બન્યો જેમાં માતાને લીધે જ પોતાના બાળકનો જીવ જતો રહ્યો. બનાવની વાત કરીએ તો પ્રિન્સ નામના 5 મહિનાના બાળકને બેભાન હાલતમાં માતા-પિતા શહેરની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટાલવાળાએ સરકારી હોસ્પિટલમાં જવાનું કહેતા બંને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા પણ  ત્યાં પહોંચતાં જ ડોકટરે બાળકને મૃત છે તેવું જણાવ્યું હતું. બાળકને કોઇ બીમારી ન હતી તો પછી આ રીતે મોત મળ્યું એ  પરિવારજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતાના દૂધને કારણે મોત થયા નું બહાર આવ્યું હતું.

પોતાના બાળકનું મોત દૂધને કારણે થતા માતા આઘાતમાં સરી પડી છે.કોઈ માતા પોતા બાળકના મોટનું કારણ બને તે સહન ન જ થાય ને.પણ આવું થયું કઈ રીતે તે જાણીને તમે જરૂર ચોકી જશો. ડોકટરે જણાવ્યું કે રાત્રે બાળકને સ્તનપાન કરાવ્યું હતું. આ સમયે માતા અને પુત્ર બંને સૂતા હતા. ઊંઘમાં માતાને ખ્યાલ નહીં આવ્યો હોય અને તે પુત્ર પર પડખું ફરી ગઇ હતી. જેથી દૂધ બાળકના મોંમાં આવતું જ રહ્યું. બાળક દબાઇ જતાં આ દૂધ શ્વાસનળીમાં જતું રહ્યું અને તે ફેફસાંમાં ભરાઈ જતા બાળકનું હૃદય અને ફેફસાં બંને બંધ પડી જતા ઊંઘમાં જ તેનો જીવ જતો રહ્યો હતો.

માતાના કારણે જ બાળકનું મોત થયું હોવાથી સૌથી પહેલા બાળકના પિતાને રિપોર્ટ અંગે જાણ કરવામાં આવી હતી અને મૃત્યુનું કારણ બતાવ્યું હતું. માતાને તો ખબર પડતા તેઓ મોટા આઘાતમાં સરી ગયા છે.સ્તનપાનની સ્થિતિ વિશે ડોક્ટર કહે છે કે સૂતા સૂતા સ્તનપાન કરાવવાથી આ પ્રકારની ઘટનાઓ બની શકે છે એ માટે જ માતાઓને સલાહ આપવામાં આવે છે કે બાળકને સ્તનપાન કરાવવા તેને ખોળામાં રાખવું જોઇએ. બાળક ક્યારે સુઈ જાય છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Back to top button