Story

એશ્વર્યાએ કહી સિક્રેટ વાત: કેમ આટલી સુંદર દેખાય છે જાણો

ઐશ્વર્યા વિદેશમાં ભારતની સૌથી લોકપ્રિય સેલિબ્રિટી છે. તેને ભારતની બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં પણ ખોટું નથી. આ ખૂબસૂરત હીરોઈન જેવી સુંદરતા મેળવવાનું સપનુ  દરેક જોતા હોય છે. એમાંય તેની સુંદરતાનું રાજ શું છે એ જાણવા સૌ ઉત્સુક હોય છે ત્યારે તાજેતરમાં જ ઐશ્વર્યાએ તેની એક બ્યુટી સિક્રેટ શેર કરી હતી.

ઐશ્વર્યાએ જણાવ્યું કે તે ચહેરા પર ગ્લો માટે સરળ ટ્રિક અપનાવે છે. તે ખૂબ પાણી પીએ છે. પાણી પીવાથી તેની સ્કિન ચમકે છે. જો તમારે પણ એશ જેવી ચમકીલી સ્કિન જોઈતી હોય તો ખૂબ પાણી પીઓ જેથી તમારા શરીરના બધા જ ટોક્સિન્સ નીકળી જાય. ઐશ્વર્યા સુંદર દેખાવા માટે એક ફેસપેક પણ લગાવે છે. તે ઘરે બનાવેલું ઉબટન ચહેરા પર લગાવે છે. તેનો મતલબ કે તે ચણાનો લોટ, દૂધ અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવે છે.

ઐશ્વર્યા હેલ્ધી ખાવાનું પસંદ કરે છે. તે સામાન્ય રીતે બાફેલો ખોરાક ખાય છે અને તળેલુ ખાવાથી દૂર રહે છે. તે પેટ ભરીને જમવાને બદલે થોડુ થોડુ ખાવાનુ પસંદ કરે છે.ઐશ્વર્યાને જિમ પસંદ નથી એટલે તે જિમમાં નથી જોવા મળતી. તે ફિટનેસ માટે વૉક પર જાય છે અને પાવર યોગ કરે છે.

Back to top button