India

પોલીસે પકડ્યા વિચિત્ર ચોર, રસ્તા પરથી કરતા હતા આ વસ્તુની ચોરી

આપણે અવારનવાર ચોરીની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ જેમાં કોઈ પૈસા ચોરી જાય, દાગીના ચોરી જાય, વાહનો ચોરી જતા હોય છે પણ મુંબઈમાં પોલીસે બે અલગ પ્રકારના ચોરને પકડી પાડ્યા છે કે જેઓ રસ્તા પરથી ગટરના ઢાંકણાની ચોરી કરતા હતા. કેટલાંક મહિનાથી મુંબઈના કોર્પોરેશને પોલીસમાં વારંવાર ફરિયાદ કરી હતી કે રસ્તા પરના ગટરના ઢાંકણા અચાનક ગાયબ થવા લાગ્યા છે.

બદમમાં પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવીમાં વાત સામે આવી કે રસ્તા પરના ગટરના ઢાંકણાની ચોરી થઈ રહી છે. પોલીસે જ્યારે આ ચોરને પકડ્યા તો તેમની પાસેથી ગટરના ઢાંકણા મળી આવ્યા. આ બંને ચોર પૈકી એક ચોર ટેક્સી ચલાવવાનું કામ કરે છે જ્યારે બીજો મજૂરી કામ કરે છે. આ ચોર પહેલા તો રસ્તા પાસે ટેક્સી ઊભી રાખતા હતા અને ત્યારબાદ ગાડી બગડેલી છે તેવું નાટક કરીને ત્યાંથી ગટરના ઢાંકણાની ચોરી કરતા હતા અને ઢાંકણને ગાડીમાં મૂકીને ભાગી જતા હતા.પોલીસને આ ચોરોએ જણાવ્યું કે ગત 6-8 મહિના દરમિયાન તેમણે ડઝન કરતા વધારે ગટરના ઢાંકણાની ચોરી કરી છે. આ ઢાંકણા દુકાન પર વેચતા હતા. તેમણે કહ્યું કે તેઓ પૈસા માટે ગટરના ઢાંકણાની ચોરી કરતા હતા.

Back to top button