GujaratStory

સોમનાથ મંદિરનાં 1500થી વધુ કળશને સોના થી મઢવામાં આવશે, 140 કિલો સોનુ દાનમાં આવ્યું

ગુજરાતના જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરના 1500થી વધુ કળશને હવે સુવર્ણ શણગાર  કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે સોમનાથ મંદિરના વિવિધ ભાગો સોનેથી મઢવામાં આવ્યા છે ત્યારે હવે વધુ એક ભાગ ને સોનાથી મઢવામાં આવશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. જાણીને નવાઈ લાગશે કે 140 કિલો સોના સહિત રોકડ દાન સ્વરૂપે આવી છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના સેક્રેટરીએ જણાવ્યું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનુ કાર્ય શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થવાની શક્યતા છે. મંદિરના ઘુમ્મટ પર 1500 કળશ છે. 1500 કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. દાતાઓએ 21 હજારથી સવા લાખ રૂપિયા સુધી કળશને મઢવા માટે દાન આપ્યું છે.સોમનાથ મંદિર પાસે અંદાજે 140 કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાનો ઉપયોગ કરવામાં આવશે.

જાણીને નવાઈ લાગશે કે મુંબઇના લખી પરિવારે જ એક વખત 110 કિલો સોનું મહાદેવને દાન આપ્યું હતું. જેમાંથી મંદિરનાં ગર્ભગૃહ, ત્રિશુલ, નાગ દંશ, પિલરો દરવાજા સહિત ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે જેમાં દાતાઓ ભરપૂર મદદ કરે છે. આમ પણ ગુજરાત તો સેવાકાર્ય માટે જાણીતું જ છે ત્યારે ગુજરાતના દાતાઓ પણ મહાદેવના ચરણોમાં સોનુ,રોકડ દાન સ્વરૂપે આપતા પાછીપાની કરતા નથી.

Back to top button