GujaratVadodara

વડોદરા: Pizza hutના પીઝામાંથી વંદો નીકળ્યો, આરોગ્ય વિભાગની ટિમ પહોંચી તો થયું આવું…

વડોદરામાં પ્રખ્યાત પીઝા શોપના પીઝામાંથી વંદો નીકળતા હોબાળો મચ્યો છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં એક ગ્રાહકે પીઝા ઓર્ડર કર્યો હતો જોકે પીઝાની પાછળ મરેલો વંદો ચોંટેલો હતો એ જોતા જ ગ્રાહકે હોબાળો મચાવી દીધો હતો.ચોંટેલા વંદાનો વિડીયો બનાવી કસ્ટમરે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.સમગ્ર બાબતે કોર્પોરેશનને જાણ થઈ ત્યારે આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જેમાં તપાસ બાદ નોટિસ ફટકારાઇ હતી.

વડોદરા કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ડૉ. મુકેશ વૈદ્યના જણાવ્યા મુજબ ફુડ સેફઅટી અને સ્ટાન્ડર્ડ એક્ટના શિડ્યુલ 4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. રેસ્ટોરાંમાં કેટલોક ખાદ્ય પદાર્થ ખાવાલાયક નહોતો અને યોગ્ય રીતે સ્ટોર કરવામાં નહોતો આવ્યો.સ્ટોકનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા 14 અલગ-અલગ વસ્તુઓનો નાશ કરાયો હતો. પીઝા હટે નિવેદન આપતા કહ્યું હતું કે, ફુડ સેફ્ટી અને હાઈજિનનું તેમની રેસ્ટોરાંમાં પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. જ્યાં વંદો મળ્યો છે તે શોપમાં કામ બંધ કરવામાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે.

આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈદ્યને પિઝા હટમાં પીરસવામાં આવેલા પિઝામાં જીવડું હોવાની ફરિયાદ મળી હતી ફરિયાદના આધારે ટીમ સાથે રેસકોર્ષ ખાતે આવેલી પિઝા હટ રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો. ટીમ પહોંચતા પિઝા હટના સંચાલકોએ અડધી કલાક સુધી રેસ્ટોરન્ટના દરવાજા ખોલ્યા ન હતા. દરવાજા ખોલ્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button