International

પતિ બહુ પ્રેમ કરતો હતો તો કંટાળીને પત્નીએ માગી લીધા ડિવોર્સ

જયારે દંપતી લગ્નજીવનથી એકબીજાથી ખુશ ન હોય તો તેઓ છૂટાછેડા લઈ લેતા હોય છે પણ UAEમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત એવી છે કે એક મહિલાએ પતિથી ડિવૉર્સ માગી લીધો કારણ કે તે તેને હદથી વધુ પ્રેમ કરતો હતો. પત્ની એ વાતથી નારાજ હતી કે એક વર્ષમાં ક્યારેય પતિએ ઝઘડો ન કર્યો કે દુઃખી પણ ન કરી. તો પતિએ આ અંગે કયું કે તે માત્ર સારો પતિ બનવા માગતો હતો. કોર્ટમાં મહિલાએ તલાક માટે અર્જી આપી છે.

રિપોર્ટ મુજબ મહિલા પતિના વધુ પ્રેમને સહન ન કરી શકી એટલે તેણે તલાકનો નિર્ણય લીધો છે. મહિલાએ કોર્ટને કહ્યું કે તે ક્યારેય મારા પર ગુસ્સો કરતો નથી. હું આટલા બધા પ્રેમને કારણે ગૂંગળામણ અનુભવવા લાગી છું. તે ઘરના કામમાં પણ મારી મદદ કરે છે. એક વર્ષમાં એકવાર પણ ઝઘડો નથી થયો.

મહિલાએ કહ્યું કે હું ઝઘડા માટે તરસી રહી છું જે મારા રોમાન્ટિક પતિ સાથે અશક્ય છે. તે મને હંમેશાં માફ કરી દે છે. બીજી તરફ પતિનું કહેવું છે કે તેણે કંઈ ખોટું નથી કર્યું. પતિએ કોર્ટને અપીલ કરી કે તેની પત્નીને કેસ પાછો ખેંચવા માટે કહેવામાં આવે.

Back to top button