BjpIndiaNarendra Modi

અરૂણ જેટલીનું નિધન: વિદેશ પ્રવાસે ગયેલા મોદી અધવચ્ચે આવી શકે છે પરત

ભારતનાં પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે શનિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે અરૂણ જેટલીના ખાસ મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રાએ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદીજી પોતાનો આગળનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને બહેરીનમાં શ્રીનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરીને અરુણ જેટલીની અંતિમ વિધિમાં સામેલ થાય તેવી શક્યતા છે.

બહેરીનમાં મોદીજીએ કહ્યું કે અત્યારે મારી અંદર દર્દ છૂપાયેલું છે. હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ મહિનાને યાદ કરતા કહ્યું કે થોડા દિવસ પહેલા બહેન સુષમાજી ચાલ્યા ગયા,આજે મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો. મોદીએ કહ્યું કે તેઓ વિદ્યાર્થીકાળ થી અરુણ જેટલી સાથે હતા અને સમગ્ર રાજકીય સફરમાં સાથે આગળ વધ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ પોતાનો આગળનો વિદેશ પ્રવાસ ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. આગામી દિવસોમાં ફ્રાન્સ ખાતે G-7 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અરૂણ જેટલીના નિધનને પગલે તેઓ રવિવારે સવારે ભારત આવવા રવાના થશે. જો કે અરુણ જેટલીના પરિવાર સાથે નરેન્દ્ર મોદીએ વાત કરી હતી અને પરિવારે તેમને વિદેશ પ્રવાસ ન અટકાવવા કહ્યું હતું.

Back to top button