Gujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અનેક સ્થળોએ મેઘરાજાએ તાંડવઃ કર્યા આબાદ આખરે વિરામ લીધો હતો અને છેલ્લા લગભગ 10 દિવસથી તો ક્યાંય વરસાદ નથી જોવા મળ્યો ત્યારે વિરામ બાદ હવે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. 24મીએ પોરબંદર, 25મીએ વલસાડ, નવસારી, દમણ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે 26 અને 27મી તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મીએ મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Back to top button