Loading...
healthStory

અરુણ જેટલી જે બીમારીથી પીડાતા હતા એ બીમારી વિશે એકવાર જાણો

ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. આપણે જણાવી દઈએ કે તેમને એકસાથે ઘણીબધી બીમારીઓ હતી. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને કેટલાક દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા.

Loading...

તેમને ડાબા પગમાં સોફ્ટ ટિશૂ સાર્કોમા કેન્સર થયું હતું. સર્જરી કરાવવા માટે જેટલી અમેરિકા ગયા હતા જે બાદ તેમનું કીમો સેશન પણ થયું તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં અને તેમનું નિધન થઈ ગયું.પણ આ સોફ્ટ રિસાયું કેન્સર છે શું એ જાણી લો…

આપણા શરીરમાં ઘણા સોફ્ટ ટિશૂ ટ્યૂમર હોય છે પરંતુ તમામ કેન્સરસ હોતા નથી. સોફ્ટ ટિશૂમાં કેટલાક સામાન્ય ટ્યૂમર પણ હોય છે જેનો અર્થ એ છે કે તેમાં કેન્સર થતું નથી અને શરીરના બીજા ભાગમાં ફેલાઈ શકતું નથી.સાર્કોમા એક પ્રકારનું કેન્સર છે જે હાડકા અથવા માંસપેશિઓના ટિશૂમાં થાય છે.સોફ્ટ ટિશૂ સાર્કોમા ચેરબી, મસલ્સ, નર્વ્સ, રક્ત ધમનીઓ અથવાડીપ સ્કિન ટિશૂમાં વિકસિત થાય છે. તે શરીરના ઘણા ભાગમાં જોવા મળે છે પરંતુ મુખ્ય રીતે સોફ્ટ ટિશૂ કેન્સરની શરૂઆત હાથ અથવા પગથી થાય છે.

તેના સામાન્ય લક્ષણ આવા હોય છે : શરીરના કોઈ પણ ભાગમાં કોઈ નવી ગાંઠ દેખાય અથવા તો તે ગાંઠ વધી રહી હોય.પેટમાં દુખાવો રોજ ધીમે-ધીમે વધી રહ્યો હોય. વોમિટિંગમાં લોહી પડવું પણ તેનું લક્ષણ છે.આમ તો આ લક્ષણ કોઈ અન્ય બીમારીના પણ હોઈ શકે છે પરંતુ સાવચેતીના ભાગરૂપે આપણે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

Loading...
Loading...
Back to top button
Close