GujaratStory

ગુજરાતમાં ‘ઢબુડી મા’ના નામે ચાલતા ધતિંગનો પર્દાફાશ

ગુજરાતમાં આજ સુધી અનેક ઢોંગી બાબાઓની અસલિયત સામે આવી છે ત્યારે વધુ એક ઢોંગી પકડાયો છે. ગુજરાતમાં હાલ “ઢબુડી માં” નામે એક વ્યક્તિ પાખંડ ફેલાવે કે અને યુટ્યુબ દ્વારા ખોટો પ્રચાર કરી રહ્યો છે. ઢબુડી માતા તરીકે ઓળખાતા રૂપાલનાં વતની ધનજી ઓડનો દાવો છે કે એમની  ઉપર જોગણી માતાની કૃપા છે. તે લોકોની સમસ્યાઓને દૂર કરી શકે છે.

જો કે લોકો તેમની પાછળ પાગલ થઇ ગયા હતા એટલે આ અંગે વિજ્ઞાન જાથાએ પણ તપાસ કરી હતી અને આ આખો ગોરખધંધો છે તેવું તેમણે જણાવ્યું છે. ઘણી પ્રખ્યાત ન્યુઝ ચેનલોના રિપોર્ટરો ઢબુડીની જગ્યા પર જઈને રિયાલિટી ચેક કરી આવ્યા છે અને સાબિત થઇ ગયું છે કે આ ફક્ત પાખંડ છે. છતાં લોકો તેમની પાછળ પાગલ થઇ ગયા છે.

આપને જણાવી દઈએ કે ધનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે. અનુયાયીઓ રૂપાલની જોગણીનાં નામે ઓળખે છે. માતાનાં દર્શને સામાન્ય માણસો તો આવે જ છે પરંતુ તેમના ઠગથી પાલનપુરનાં ધારાસભ્ય મહેશ પટેલ તથા પોલીસનાં કર્મીઓ પણ તેમને મળતા દેખાય છે.છેલ્લા ઘણા સમયથી તેઓ આ રીતનું કામ કરતા આવ્યા છે.પહેલા તો નાના ઘરમાં તેઓ બેસતા હતા અને લોકોને યુટ્યુબ વિડીયો જોઈને આવો તો જ કામ થશે એવું કહેતા હતા. બાદમાં લોકો ને ગેરમાર્ગે દોરીને આજે તેઓ મોટા સ્ટેજ પર નાટક કરતા જોવા મળે છે.

માતાનું માર્કેટિંગ પણ ઘણું સારી રીતે કરે છે. તેઓ જ્યાં પણ જાય તે પહેલા તેમના અનુયાયીઓ પહોંચીને ઘરે ઘરે માતાનાં પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યાર બાદ નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે અને ધનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે.

આ અંગે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું કે કોઇ વ્યક્તિ ધાર્મિક પ્રવચન કરે તો વાંધો નથી પણ પોતાને દેવીનું સ્વરૂપ કહેનાર ધનજી ઓડ અંધશ્રદ્ધા ફેલાવી ગરીબ લોકોને છેતરી રહ્યાં છે.રૂપાલ ગામનાં સ્થાનિકો એ કહ્યું કે આ માતા એટલે ધનજી ઓડને અમે એક વર્ષ પહેલા જ અહીંથી ભગાડી દીધા છે. હવે તે બીજા ગામ અને શહેરોમાં જઇને લોકોને ઉલ્લુ બનાવે છે. લોકોએ કહ્યું કે તે ફક્ત લોકોને છેતરી રહ્યો છે.

Back to top button