IndiaInternational

પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય, ઈતિહાસ રચી દીધો

ભારતની પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી.  પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી. 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પીવી સિંધુએ ભારતને ગૌરવની અનુભૂતિ કરાવી. બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા બદલ તેમને અભિનંદન. તે જે જુસ્સા બેડમિંટન રમે છે તે પ્રેરણાદાયક છે.

16 મિનિટ ચાલેલી પ્રથમ ગેમમાં ઈન્ડિયન શટલરે સતત 7 પૉઈન્ટ્સ મેળવતા જાપાનીઝ ખેલાડી પર 8-1ની લીડ બનાવી લીધી. આ દરમિયાન વર્લ્ડ નંબર 4 નાઝોમી નેટ પર પૂર્ણ રીતે નિષ્ફળ રહી. પ્રથમ ગેમમાં બ્રેકના સમયે તેની લીડ 11-2 થઈ ગઈ. બ્રેક બાદ જાપાનીઝ શટલરે તેને ટક્કર આપવાના પ્રયત્ન કર્યા પણ તે સફળ ન રહી. લાંબી રેલિયોની વચ્ચે સિંધુએ 5 પૉઈન્ટ્સ મેળવી લીડ 16-2 કરી લીધી.બીજી ગેમમાં પીવી સિંધુની રમતનો ઓકુહારા પાસે જવાબ જ નહોતો. 21 મિનિટ સુધી ચાલેલી આ ગેમમાં શરૂઆત તો રોમાંચક રહી પણ પછી સિંધુએ લીડ બનાવવાની શરૂ કરી દીધી. જોતજોતામાં જ લીડ 11-4 થઈ ગઈ. ઓકુહારાએ 3 પૉઈન્ટ્સ લીધા પણ સિંધુએ 21-7થી ગેમ જીતી ટાઈટલ પોતાના નામે કરી લીધું.

ભાવ જીત મેળવ્યા બાદ પીવી સિંધુએ કહ્યું કે આજે મારી માતાનો જન્મદિવસ છે. હું મારી આ જીત તેમને સમર્પિત કરું છું.ત્યારબાદ દર્શકોએ ‘હેપ્પી બર્થ-ડે’ ગીત ગાઈને સિંધુને શુભેચ્છા આપી. સિંધુએ પોતાના અભિયાન દરમિયાનમાં સેમી ફાઈનલમાં ચીનની ચે યૂ ફેઈને 21-7, 21-14થી હરાવી. સતત ત્રીજા વર્ષે ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. સિંધુ એ ભવ્ય જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.

Back to top button