AhmedabadGujarat

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ અને હવે 3 દિવસ સુધી વરસાદની આગાહી

વરસાદે થોડા દિવસ વિરામ લીધા બાદ ફરીવાર અમદાવાદ, સુરત  સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરખેજમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ હવામાન વિભાગે 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘરાજા તાંડવઃ કરશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને વડોદરા શહેરોમાં પણ  ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89.57 ટકા વરસાદ નોંધાયો છે. જૂનમાં 4 ઇંચ, જુલાઈમાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે.ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે. હવે આમ તો ચોમાસુ વિદાય લેવાની નજીક છે પણ આ છેલ્લા 10 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

Back to top button