AhmedabadGujarat

અમદાવાદીઓ માટે વરસાદ અંગે ખરાબ સમાચાર, પણ સૌરાષ્ટ્રવાસીઓ ચિંતા ન કરતા

રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશની અસર ઘટી જવાથી હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. આમ છતાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ થયા પછી વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. જોકે અમદાવાદમાં હવે વરસાદનું જોર ઘટી જશે તેવું હવામાન આગાહી માં કહેવામાં આવ્યું છે. છતાં રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદ વિરામ લેશે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, વડોદરા,દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, વલસાડ, નર્મદામાં બે દિવસ બાદ વરસાદ વિરામ લઈ શકે છે.

Back to top button