GujarathealthVadodara

વડોદરામાં પાણીપૂરી ખાધા બાદ યુવતીના મગજમાં કૃમિના ઈંડા અને ગાંઠ થઈ ગઈ..

વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાણીપૂરી સાથેના શાક-પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળ્યા હોવાથી  ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી એક યુવતી પીડાતી હતી જેની સારવાર ડો. હિતેન કારેલિયાએ કરી છે. ડોકટરે દર્દીના રોગ અને સારવાર વિશે જે કહ્યું છે તે જાણીને તમે ચોકી જશો.

ડોકટરના જણાવ્યા અનુસાર દર્દી તેમની પાસે આવ્યા એના દોઢ મહિના અગાઉથી જ તેમની સારવાર ચાલી રહી હતી.દર્દીએ પહેલાથી જ માથાનો દુ:ખાવો રહે છે, ચક્કર આવે છે અને નબળાઇ અનુભવાય છે એવી ફરિયાદ કરી હતી.તેણે કહ્યું કે ખભા, કોણીના ભાગે લખોટી જેવી ગાંઠ છે.તે સહેજ લાલ રંગની હતી. દર્દીએ કહ્યું કે મેં જે ઓર્થોપેડિક સર્જન તબીબને બતાવ્યું તેમણે મને પેઇનકિલર્સ અને મલમ આપ્યાં હતા પણ ફેર પડ્યો ન હતો.એટલે મેં તરત જ હાથની સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં તો ગાંઠનો દ્રાક્ષ જેવો ગુચ્છો દેખાયો પણ બ્લડના રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઇ ગયું કે તે ટિનિયાસોલિયમ કૃમિના લાર્વા છે.

આ લાર્વા એ ઇંડામાંથી કૃમિ થવા વચ્ચેની અવસ્થા છે.તે ગુચ્છા જેવું દેખાય છે અને તેની ફરતે એક એવું કવચ બને છે જેની જઠરના એસિડની અસર થતી નથી. આ કૃમિ ગંદા શાકભાજી અને કાચા સલાડમાં જોવા મળે છે. કૃમિને પેટમાં પહોંચતા વાર લાગે નહીં. દર્દીએ કહ્યું કે તે દરરોજ પાણીપૂરી કે ભેળ ખાતી હતી. દર્દી શાકાહારી હતી એટલે રોગ ક્યાંથી આવ્યો છે તે સ્પષ્ટ હતું કેમ કે ભૂંડ ના મટનની તો વાત જ ન આવે એટલે શાકભાજી જ આનું કારણ હતું.

બાદમાં મગજનો એમઆરઆઈ કરાવ્યો તો વધુ એક સામે આવ્યું કે મગજ માં કૃમિઓએ ઈંડા મુક્યા કે અને ગાંઠ પણ છે. પછી તમામ ગાંઠની સારવાર શરૂ કરવામાં આવી. દવાઓ ખૂબ મોંઘી હોતી નથી પણ લાંબો સમય દર્દીના વજન મુજબ લેવી પડે છે. દોઢ મહિના સુધી લીધેલી દવાઓએ અસર બતાવી અને કૃમિ નાશ પામતા દર્દી હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. પણ એક મુશ્કેલી આવી કે મગજમાં તેને નુકસાન કર્યું અને તેને ખેંચ આવવાની શક્યતા જીંદગીભર રહેશે. આપને જણાવી દઈએ કે દેશ્માં આ બીમારીના દર્દી દર દસ હજારે એક જ જોવા મળે છે.

ન્યૂરોસિસ્ટી સર્કોસિસનાં લક્ષણો આવા હોય છે:શરીરમાં વિવિધ જગ્યાએ ગાંઠ નીકળે, હલનચલનમાં તકલીફ થાય.ઝીણો તાવ રહે,નબળાઇ આવે છે. વ્યક્તિના વજનમાં ઘટાડો થાય. રોગનું કારણ જાણીએ તો ખોરાક કે પ્રવાહીમાં વ્યક્તિના શરીરમાં કૃમિના ઇંડા પ્રવેશ્યા છે કે લારવા તેના પર આ કૃમિની સક્રિયતાનો આધાર છે.અમુક મહિના પછી આની અસર દેખાઈ છે.

આ કૃમિઓ સ્નાયુઓ અને મગજ સુધી પહોંચે છે. જો આંખમાં અસર કરે તો અંધાપો પણ લાવી શકે છે. ભૂંડના મળમાં પુષ્કળ પ્રમાણમાં આ કૃમિઓ જોવા મળે છે. જે પાણીમાં ભૂંડે કે કૃમિ ધરાવતા કોઇએ ટોઇલેટ કર્યું હોય અને તે પાણીથી શાકભાજી ધોવામાં આવે તો તે શાકભાજી મારફતે માણસના શરીરમાં પ્રવેશી ને નુકસાન કરે છે.

Back to top button