ભારતના આ મંદિરમાં પ્રસાદ જોઈએ તો આધાર કાર્ડ ફરજીયાત બતાવવું પડે…

તમે અનેક મંદિરમાં ગયા હશો જ્યાં પ્રસાદ આપવામાં આવતો હશે ક્યાંક પૈસા પણ આપવા પડે છે પણ ક્યાંક મફતમાં પ્રસાદ મળે છે. પણ તમે સાંભળ્યું છે કે મંદિરમાં પ્રસાદ માટે ફરજીયાત આધારકાર્ડ બતાવવું જ પડે..મધ્યપ્રદેશમાં મંદસૌરના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા અને પ્રસાદ માટે આધારકાર્ડ બતાવવું ફરજીયાત છે. વાત એવી છે કે દર વર્ષે ઓગસ્ટમાં પશુપતિનાથ મંદિરમાં મફતમાં પ્રસાદ આપવામાં આવે છે જેના કારણે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા ખુબ જ વધી જાય છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પહેલા દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય હતી પરંતુ ત્યાર પછી પ્રસાદ જલદી પૂર્ણ થઈ જતો હતો.એટલે એના માટે કંઈક કરવું પડે તેમ હતું.

Loading...

મંદિર સમિતિએ તપાસ કરતા જાણવા મળ્યું કે શ્રદ્ધાળુઓ તો એટલા જ આવે છે પણ આસપાસના લોકો આવીને પ્રસાદ લઈ જતા હતા. મંદિર કમિટીના મેનેજરે જણાવ્યું કે ઘણા લોકોએ કહ્યું કે તેમણે ઘરે ખાવાનું બંધ કરી દીધું છે અને અહીં મંદિરમાં આવીને ખાય છે.ભંડારામાં 300 લોકો માટે બનાવેલું ભોજન માત્ર 2 કલાકમાં પૂરું થઇ જતું હતું એટલે બહારથી આવતા ભક્તોને તેનો લાભ મળી રહ્યો ન હતો. બસ એટલા માટે જ મંદિર સમિતિએ આધારકાર્ડ થી પ્રસાદ આપવાનું નક્કી કર્યું.

આધાર કાર્ડ લાગુ કાર્ય બાદ મંદિરમાં ભોજન કરનારા લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. કલેકટર મનોજ પુષ્પે જણાવ્યું હતું કે મફત ભોજનની વ્યવસ્થા બહારના ભક્તો માટે છે. સ્થાનિક લોકોએ તેનો લાભ લેવાનું શરૂ કર્યું આને કારણે તંત્ર બગડ્યું હતું. જો કોઈના પાસે આધાર નથી, તો તે તેના જીવનસાથીનો આધાર પણ બતાવી શકે છે.

મંદિર સમિતિ દરરોજ 300 લોકો માટે ભોજન બનાવે છે અને તેની કિંમત 9000 રૂપિયા છે. એક મહિનામાં 2 લાખ 70 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. નવી સિસ્ટમથી ભંડારામાં આવતા ભક્તોની સંખ્યા અડધી થઈ ગઈ છે. આને કારણે આ ખર્ચ 1 લાખ 80 હજાર રૂપિયા થઈ ગયો હતો અને વધુમાં બહારથી આવતા ભક્તોએ આનો લાભ મળતો થઇ ગયો છે.

Loading...
Loading...
Loading...