Gujarat

જોઈ લો આ છે ઢબુડીમાં ઉર્ફ ધનજી ઓડ: એક સમયે રૂપાલમાં રીક્ષા ચલાવતો હતો

પોતાને ઢબૂડી માતા તરીકે ઓળખાવતા ધનજી ઓડ નો પર્દાફાશ થઇ ગયો છે. લોકોની સમસ્યાઓ દૂર કરવાના નામે તેમને લૂંટતો ધનજી ઓડ એક માટીના મકાનમાં રહેતો હતો અને રીક્ષા ચલાવતો હતો પણ કી રીતે તે ઢબુડી માતા બન્યો તેની કહાની ચોંકાવનારી છે. તેઓ એક ઝૂંપડીમાં રહેતા હતા અને ધનજી અને તેના પિતા નારણભાઈ માટી નાખવાનું કામ કરતા હતા.

ધનજી ઓડ પિતાની સાથે માટી નાખવનું કામ કરતો ઉપરાંત રિક્ષા ચલાવી, કપચીની ટ્રક પણ ચલાવી. ધનજીને દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા છે અને તેના કારણે તે લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવી સમસ્યાઓ દૂર કરી આપે છે. ધનજીએ પોતાનું નામ ઢબૂડી માતા રાખ્યું છે. શરૂઆતમાં તે ઘરની આગળ નાનું મંદિર બનાવી લોકોને ઉલ્લુ બનાવતો હતો. દૂર-દૂરથી લોકો તેની પાસે આવવા લાગ્યા. તેની પ્રસિદ્ધિ એટલી થઈ ગઈ હતી કે પોલીસ અને રાજકારણીઓ પણ તેના આશીર્વાદ લેવા આવતા હતા.

લોકોનું કહેવું છે કે ધનજી ઓડે પ્રસિદ્ધિ વધ્યા બાદ લોકોને રૂપાલના વરદાયિની મંદિરમાં જવાની ના પાડવા લાગ્યો હતો. એક મહિલાએ તેને ભૂવાજી તરીકે બોલાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાનું અપમાન કર્યું હતું. બાદમાં ગામના લોકોએ તેને ઘણો માર્યો હતો અને તે પછીથી તેણે ગામની બહાર જ બેઠકો ભરવાનું શરૂ કરી દીધું હતું એવું લોકો કહે છે.

વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું કે ઢબૂડી માતા તરીકે ઓળખાતો ધનજી ઓડ એક ગાદી માટે 80 લાખથી સવા કરોડ જેટલા રૂપિયા લે છે. લોકો પાસેથી દાગીના અને છૂટક રૂપિયા મળે તે અલગ. તેનું આર્થિક સામ્રાજ્ય બીજાના નામે ચાલે છે. પંડ્યાએ કહ્યું કે, ધનજીના માણસો તેમને મોતની ધમકી આપી રહ્યા છે. પંડ્યાએ ચોંકાવનારો દાવો કર્યો કે તેમની પાસે એક મહિલા આવી હતી જેણે ધનજીના અમદાવાદમાં આવેલા મકાનમાં તેની પર દુષ્કર્મ થયું હોવાનું તેમને જણાવ્યું હતું.

Back to top button