News

જુનાગઢ અકસ્માત : મૃતક ઈશાન 180ની સ્પીડે કાર ચલાવતો, તેની વૈભવી લાઇફસ્ટાઇલ જોઈને ચોકી જશો

પરમ દિવસે મોડી રાત્રે મેંદરડાના ગાંઠીલા ગામ પાસે એક ફોર્ડ એન્ડેવર કાર ઉંડા નાળામાં પડી હતી અને ત્યાંથી બહાર નીકળી ધડાકાભેર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર સાત લોકોમાંથી પાંચના કમકમાટીભર્યા મોત થયા હતાં. બે યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માતની સાથે જ એક વિડીયો પણ વાઈરલ થયો છે જે આ અકસ્માતનો ભોગ બનેલી ફોર્ડ એન્ડેવર કારનો છે. વીડિયોમા મૃતક ઈશાન કર રહ્યો હોય એવું દેખાય છે પણ વિડીયો જૂનો છે કે અકસ્માતના દિવસનો તે પુષ્ટિ થઇ શકી નથી.

મૃતક ઈશાન ના સોશિયલ મીડિયા પર તસવીરો જોતા તે ઘણો જ સ્ટાઈલિશ દેખાવાનું પસંદ કરતો હતો. હંમેશા ગળામાં સોનાની જાડી ચેઈન અને હાથમાં સોનાનું બ્રેસલેટ પહેરતો હતો.ઈશાન કાર અને બાઈકનો બહુ શોખીન હતો.

કારમાં બે યુવતીઓ અને અન્ય ચાર યુવાનો પણ સવાર હતાં. બધા મિત્રો દિવ ફરવા ગયા હતાં અને સાસણથી જુનાગઢ પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતાં. તમામ મૃતકોમાં કોઈની ઉંમર પણ 25 વર્ષથી વધુ નહોતી. મૃતકોમાં 19 વર્ષનો ઇશાંત ચંદાણી, 25 વર્ષનો એઝાઝ ચંદાણી, 24 વર્ષનો ભાવિક મકવાણા, 20 વર્ષની પાયલ લાઠીયા અને 20 વર્ષની કુંજન અપારનાથી હતા.

ફેસબુક પર ઇશાન મીરના 5000 જેટલા ફ્રેન્ડ્સ હતા. ઇશાન મીરે ફેસબુક પર મોંઘીદાટ કાર જેવી કે બીએમડબલ્યૂ, ઓડી, ફોર્ચ્યૂનર, સ્પોર્ટ્સ બાઇક સહીતની કાર અને બાઇકના ફોટોગ્રાફો મૂક્યાં છે. મૃતક ઈશાન વૈભવી લાઈફ જીવતો હતો અને કારના નંબર પણ વીઆઈપી ટાઈપના રાખતો હતો.

Back to top button