Gujarat

કોર્ટમાં મેજિસ્ટ્રેટે જીગ્નેશ મેવાણીને શર્ટની બાંય નીચે કરવા કીધું અને પછી તો થઈ જોવા જેવી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેના આક્રમકઃ સ્વભાવ ને લઈને હમેશા ચર્ચામાં રહેતા હોય છે. અગાઉ આંદોલન વખતે તેઓ પોલીસ સાથે ગરમાગરમી કરી ચુક્યા છે ત્યારે હવે શનિવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાથે જ ગરમાગરમી થઈ ગઈ. મેજિસ્ટ્રેટે જિજ્ઞેશ મેવાણીને શર્ટની બાંયો નીચે કરવાનું કહ્યું. 2017માં એક ટ્રેન રોકવાના કેસમાં જિજ્ઞેશ મેવાણી સામે કેસ થયો હતો તે કેસમા તેઓ હાજર થયા હતા.દરમિયાન મેજિસ્ટ્રેટે જિજ્ઞેશ મેવાણીએ શર્ટની બાંયો ચડાવેલી છે ત્યારે તે નીચે ઉતારવાનું કહ્યું હતું.

Loading...

મેવાણીએ બાંયો નીચે ઉતારવાનું શરૂ તો કર્યું પણ અટકી ગયા અને જજને સવાલ કર્યો કે કોર્ટમાં કોઈ વ્યક્તિએ કેવા કપડા પહેરીને આવવું તે અંગેના નિયમો છે. મેવાણીએ કહ્યું કે વકીલ અને કાયદાના જાણકાર હોવા છતાં તે આવા કોઈ નિયમ વિશે જાણતા નથી.કયા કાયદા હેઠળ શર્ટની બાંય નીચે કરવાનું કહ્યું તે જણાવવા કોર્ટને વિનંતી કરી.મેવાણીની દલીલથી મેજિસ્ટ્રેટે મેવાણીને કહ્યું કે આ વિધાનસભા નહીં કોર્ટરૂમ હોવાથી મર્યાદા જાળવે. મેવાણીને કહ્યું કે  તે કોર્ટરૂમમાં એક આરોપી તરીકે  આવ્યો છે. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી વધી ગઈ.

Loading...

મેવાણીના વકીલે કહ્યું કે તેઓ નોટિસ આપી શકે છે અને તેનો જવાબ પણ મેવાણી આપશે પરંતુ તે એક ધારાસભ્ય હોવાથી તેમને મતક્ષેત્રમાં જવાનું હોય છે. કોર્ટે વધારે સમય સુધી તેમને કોર્ટરૂમમાં બેસાડી રાખવા જોઈએ નહીં.

Loading...
Loading...
Back to top button