GujaratIndia

ચાલુ વાહને ફોન પર વાત કરી તો થશે 10000રૂ. સુધીનો દંડ ,જાણો આજથી લાગુ થયેલા નિયમો

ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા કેટલાક સમયથી તગડો દંડ વસુલવામાં આવે છે પણ હવે ચિંતા વધી જશે કેમ કે ટ્રાફિક નિયમો અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઇમાં પહેલી સપ્ટેમ્બર એટકે કે આજથી ફેરફાર થવા જઇ રહ્યાં છે.  ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે કડક ફેરફારો કરવામાં આવ્યા છે.

Motor Vehicles Amendment Bill 2019ની ખાસ બાબતો: હેલ્મેટ વગર દંડ હતો 100થી 300 રુપિયા, હવે 500થી 1500 રુપિયા દંડ ફટકારવામાં આવશે. ત્રિપલ સવારીમાં પહેલા  100 રુપિયા દંડ હતો  પણ હવે 500 રૂપિયા વસૂલવામાં આવશે. PUCમાટે પહેલા 100 રુપિયાનો દંડ હતો જે હવે હવે 500 રૂપિયા વસૂલાશે. સૌથી મહત્વનું જોઈએ તો લાયસન્સ વગર પહેલાનો દંડ 500 રુપિયા હતો નવા કાયદા હેઠળ 5000 રૂપિયા વસૂલવામાં આવશે.સ્પીડ લિમિટ કરતા વધુ સ્પીડ હશે તો 400 રુપિયા દંડ હતો જે હવે 1000થી 2000 રુપિયા સુધી વસુલાશે.

જોખમી રીતે વાહન ચલાવવા માટે પહેલા 1000 રુપિયા દંડ હતો હવે 1000થી 5000 રુપિયા દંડ લેવાશે. ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા પકડાતા 1000 રૂપિયા દંડ હતો જે હવે 5000 સુધી વસુલવામાં આવશે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ માટે પહેલા 1100 રુપિયા દંડ હતો હવે 5000 રુપિયાલેવામાં આવશે.દારુ પીને ગાડી ચલાવવા પર પહેલા 2000 રૂપિયા દંડ હતો પણ નવા નિયમ મુજબ 10000 રુપિયા સુધી દંડ થશે.સિગ્નલ તોડવા પર 100 રુપિયા દંડ હતો જેમાં ફેરફાર કરી 5000 રુપિયા સુધીનો દંડ વસૂલાશે.સિગ્નલ તોડવા પર બીજી વાર પકડાતા 2000થી 10,000 રુપિયા સુધીનો દંડ.સીટ બેલ્ટ માટે પહેલા 100 રુપિયા હતા હવે 1000 રુપિયા દંડ વસૂલાશે.

Back to top button