સુરતના 500 કરોડના ડાયમંડ ગણપતિના છેલ્લા દર્શન, આવતા વર્ષે દર્શન નહીં કરી શકો

ગુજરાત સહીત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની તૈયારી શરુ થઈ ગઈ છે. સુરત તો કઈક નવું કરવા માટે જાણીતું છે ત્યારે શહેરમાં આવેલા  500 કરોડ રૂપિયાની કિંમતના ડાયમંડ ગણપતિના ભક્તો માટે ખરાબ સમાચાર છે. ગણપતિના દર્શન કરવા માટે તેમની પાસે આ છેલ્લો મોકો છે. 27.24 કેરેટ વજનના ગણપતિને આવતા વર્ષથી દર્શન માટે જાહેરમાં નહીં મુકાય. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળતી મંદી અને ગણેશ શેપના આ હીરાની સુરક્ષાને પગલે આ ડાયમંડ ગણપતિના મલિક રાજેશ પાંડવે જણાવ્યું કે તેઓ છેલ્લીવાર દર્શન કરવા માટે જાહેરમાં મુકશે.

Loading...

ડાયમંડ ઇન્ડસ્ટ્રી હાલ  ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેવામાં આ ગણપતિને સુરક્ષિત રાખવા મુશ્કેલ બની રહ્યું છે. 2004માં પાંડવે આ રફ ડાયમંડ ગણપતિ ખરીદ્યા હતા.આ વખતે પણ ફક્ત અમારા જાણીતા લોકોને જ દર્શન માટે એન્ટ્રી આપવામાં આવશે.પાછલા 15 વર્ષથી પાંડવ અને તેના પરિવારે રફ ડાયમંડ સ્વરુપે મળેલા આ ગણપતિને તેના મૂળ સ્વરુપે સાચવી રાખ્યા છે. ગણેશ આકારનો હીરો મળવો ખૂબ જ દુર્લભ છે. આ અમારા માટે સૌથી મોટો ખજાનો છે. મને 500 કરોડ સુધીની ઓફર મળી છે પરંતુ હું આ ગણપતિને વેચવા માગતો નથી.

આપને જણાવી દઈએ કે આ ગણેશ ડાયમંડ કોંગોની મુઝિ ખાણમાંથી મળી આવ્યો હતો. તેની હાલની માર્કેટમાં વેલ્યું 400 કરોડ રૂપિયાની આસપાસ છે.આ અમારી શ્રદ્ધાનો વિષય છે અને અમને ડાયમંડ ગણપતિના આશિર્વાદ ફળી રહ્યા છે. સીસીટીવીના આધારે અમે આટલા મોંઘા હીરાની સુરક્ષા કરવા માટે સમર્થ નથી જેથી હવે દર્શન માટે નહિ મુકવાનો  નિર્ણય લીધો છે.

Loading...
Loading...