અમદાવાદ: કેન્સર પીડિત બાળકને સ્ટેમ સેલની મદદદથી મળ્યું નવું જીવન, 25 લાખના ખર્ચે થતું ઓપરેશન પણ ફ્રીમાં થયું

આજકાલ કેન્સર જેવી જીવલેણ બીમારીના દર્દીઓ સતત વધી રહ્યા છે.એમાંય જો કેન્સર જેવી બીમારી કોઈ ગરીબ કે માધ્યમ વર્ગના માણસને થાય તો તેની જીવનભરની કમાણી સારવારમાં વપરાઈ જતી હોય છે.સારવાર બાદ પણ ઘણાનો જીવ બચી શકતો નથી.પણ નર્મદાના એક 15 વર્ષ બાળકે બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી દીધી છે અને નવું જીવન મેળવ્યું છે.નવાઈની વાત એ છે કે પ્રિયાંશુ નામના 15 વર્ષના બાળકના શરીરમાં હવે 100 ટકા તેના પિતાના બ્લડ સેલ્સ છે.

Loading...

વિગતે વાત કરીએ તો પ્રિયાંશુને બ્લડ કેન્સર હતું ને તેના પિતાના મેચ થતા સ્ટેમ સેલ તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. એની પહેલા પણ સ્ટેમ સેલનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું પરંતુ તેમાં સફળતા મળી નહોતી.ડોકટરે કહ્યું કે આવા દર્દીને જીવતા રાખવા માટે દર મહિને 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પ્રિયાંશુના પિતાના 6માંથી 3 સ્ટેમ સેલ મેચ થયા હતા.

ડોકટરે કહ્યું કે પ્રિયાંશુના જીવવાનો એક આ જ ચાન્સ હતો. હવે છોકરો 100 ટકા પોતાના પિતાના બ્લડ સેલ્સ પર જીવે છે. આપને જણાવી દઈએ કે પ્રિયાંશુ ગુજરાતમાં પહેલા બાળક છે જેમાં બે ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.આ બે ટ્રાન્સપ્લાન્ટ માટે સરકારી હોસ્પિટલમાં 15-22 લાખ ખર્ચ થાય છે અને જો પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈએ તો 25-30 લાખ રૂપિયા ચાર્જ લેવાતો હોય છે.ખુશીની વાત એ છે કે છોકરાને આ ટ્રીટમેન્ટ તદ્દન મફત મળી.

Loading...

પ્રિયાંશુના પિતા મુકેશ વસાવા નર્મદા જિલ્લામાં સરકારી સ્કૂલમાં શિક્ષક છે.તેમણે કહ્યું કે  અમે ક્યારેય સારવાર માટે આટલા બધા રૂપિયા ચૂકવી શકવાના નહોતા. અમારો દીકરો જીવે છે અમે ખૂબ ખુશ છીએ. તે ફરીથી સ્કૂલે જવા ઈચ્છે છે.ગુજરાતના આવનારા દિવસોમાં વધુ લોકોને આ રીતે મોતના મુખમાંથી બચાવી શકાય તેવુ માનવામાં આવી રહ્યુ છે.

Loading...
Loading...