હરિયાણા: નવા નિયમો પ્રમાણે 23 હજાર દંડ કરાયો, યુવકે કહ્યું સાહેબ “મારી ગાડી 15 હજારની છે”

શું તમે જાણો છો કે ભારત સરકાર હેઠળના કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં પસાર થયેલા નવા મોટર વાહન બિલ 2019 ને લાગુ કર્યું છે? આ નવા કાયદા મુજબ ટ્રાફિકના દરેક દંડ લગભગ 10 ગણા વધુ કરી દેવામાં આવ્યા છે.ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં એક ટુ-વ્હીલર ચાલકને ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. નવા નિયમો લાગૂ થયા બાદ આટલા મોટા દંડનો આ પહેલો કેસ છે.

Loading...

મળતી વિગતો મુજબ જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ મદાન છે.તેનું કહેવું છે કે તેની સ્કૂટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે.ચલણની કોપી પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.ચલણ મુજબ તેના પર હેલમેટ ન પહેરવા, લાઇસન્સ, રજીસ્ટ્રેશન, થર્ડ પાર્ટી વીમો અને પીયુસી ન રાખવાના માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

દિનેશે કહ્યું કે મેં હેલમેટ નહોતુ પહેર્યું અને મારી પાસે રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ ન હતું. ત્યારબાદ પોલીએ 23 હજારનો દંડ ફટકાર્યો અને મારી સ્કૂટી સીઝ કરી લીધી. મેં આરસી વ્હોટ્સએપ પર મંગાવી પરંતુ ત્યાં સુધી તેઓ ચલણ કાપી ચૂક્યા હતા.હવેથી હું દરેક દસ્તાવેજ સાથે લઇને જઇશ. મદનને લાયસન્સ વિના વાહન ચલાવવા માટે 5000 રૂપિયા દંડ ફટકારાયો છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન હોવાથી 5000 રૂપિયા દંડ, વીમાના કાગળો ન હોવાથી 2000 રૃપીડા દંડ,પીયુસી ન હોવાથી 10,000 અને રૂ. હેલ્મેટ વિના વાહન ચલાવવા માટે 1000 રૂપિયા દંડ એમ કુલ મળીને ભંગ બદલ 23,000 રૂપિયાળ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સિવાય હરિયાણાના બહાદુરગઢમાં એક બાઇકસવારને 22 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અન્ય એક સ્કૂટી ચલાવનાર પર લાઇસન્સ, આરસી, મોબાઇલ ફોનનો ઉપયોગ અને હેલમેટ ન પહેરવા બદલ 16,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Loading...

નવા નિયમો અંતર્ગત ટ્રાફિક ઉલ્લંઘન માટે દંડની જોગવાઈઓને વધુ કડક બનાવવામાં આવી છે.ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ હવે રૂ. 1,000- રૂ. 2,000 દંડ કરવામાં આવશે. વીમા વગર વાહન ચલાવવા બદલ રૂ. 2,000 રૂપિયા તેમજ હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓને રૂ. 1,000 અને તેમના લાઇસેંસને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ દંડ રૂ. 500 થી રૂ. 5,000 અને ગેરલાયકાત હોવા છતાં વાહન ચલાવવા બદલ દંડ રૂ. 500 થી રૂ. 10,000 દંડ કહેવામાં આવશે.

Loading...
Loading...