India

મુંબઈમાં મેઘતાંડવ: જનજીવન ઠપ્પ, ઓરેન્જ એલર્ટ જાહેર, ગણેશ વિસર્જનમાં હાલાકી પડશે

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો  હતો પણ વરસાદે ફરી એકવાર તોફાની બેટિંગ શરુ કરી છે.મુંબઈમાં ભારે વરસાદના કારણે તનીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા મકાનોમાં પણ પાણી ઘુસી ગયું છે. ગાંધી માર્કેટમાં તો બે ફુટ સુધી પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.  હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શાળા-કોલેજોમાં પણ રાજા જાહેર કરી દેવાઈ છે.

વરસાદે થોડી તીવ્રતા ઓછી કરતા હાલ તો લોકલ ટ્રેન પણ સમયસર ચાલી રહી છે પરંતુ હવામાન વિભાગે શહેરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તંત્રએ લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ કરી છે. બીએમસીએ હેલ્પલાઈન નંબર 1916 પણ આપ્યો છે.આ સાથે જ અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશ ઉત્સવ હોવાથી મુંબઈમાં ગણપતિ ઉત્સવના મંડપ બંધાયા છે.

ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે. થોડા દિવસમાં ગણપતિ વિસર્જન પણ હશે અને જો વરસાદ આમને આમ ચાલુ રહેઃશે તો દરિયાકાંઠે લોકોને જોખમ ઉભું થઇ શકે છે. વરસાદના લીધે હાર્બર લાઈન પર ટ્રેન મોડી ચાલી રહી છે અને કેટલીક ટ્રેનો રદ કરાઈ છે.વિરારમાં ટ્રેક ફેલ થવાના કારણે વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન ઓછી ચાલી રહી છે. એસી લોકલ ચર્ચગેટ અને વસઈ વચ્ચે દોડી રહી છે.

Back to top button