Gujarat

ગુજરાતમાં આ સીઝનનો 100% વરસાદ થઇ ગયો, હજુ પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે વરસાદે લોકોને રાજી કરી દીધા છે. અમદાવાદમાં તો લોકો વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે એમાં સમગ્ર શહેરમાં બુધવારે સાંજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ગરમીથી પરેશાન લોકોને રાહત મળી હતી. રાજ્યમાં આ સીઝનમાં પડેલો વરસાદ 100 ટકાને પાર કરી ગયો છે.

ભારતીય હવામાન વિભાગના જયંત સરકારના જાનવુંએ મુજબ રાજ્યમાં 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.આ વર્ષે ચોમાસું સામાન્ય રીતે સારૂ રહ્યું છે રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં વરસાદ ન પડ્યો હોય. બુધવાર સુધીમાં આ સીઝનનો વરસાદ 100 ટકાની સપાટી વટાવી ગયો હતો. રાજ્યભરમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો છે.

આ સીઝનમાં રાજ્યના બે જ એવા તાલુકા છે જ્યાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.  અમદાવાદ જિલ્લામાં આવેલો માંડલ તાલુકામાં 8 ઈંચ અને ભાવનગરનો જેસર તાલુકો 8.6 ઈંચ છે. બાકીના 127 તાલુકાઓમાં 19થી 39 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની વેબસાઈટ પ્રમાણે રાજ્યમાં ગઈકાલે અનેક જગ્યાએ ભારે વરસાદ થયો. અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો.

Back to top button