AhmedabadGujarat

મોડી રાત્રે વરસાદે અમદાવાદને ઘમરોળ્યું, આજે પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદીઓ છેલ્લા કેટલાક સમયથી  વરસાદની રાહ જોઈ રહ્યા હા અને છેલ્લા બે દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. લોકો બફારાથી પરેશાન થઇ ગયા હતા પરંતુ આખરે બુધવારે મોડી સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઘણા વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા.

હવામાન ખાતાએ ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી.  દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદમાં મોડી સાંજે વરસાદે એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે રસ્તા પાર પાણી ભરાઈ જતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પૂર્વ વિસ્તારમાં રાત્રે એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે. સમગ્ર શહેરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વના તેમજ ઉત્તરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.  મ્યુનિ.એ વાસણા બેરેજના 6 દરવાજા પણ ખોલ્યા હતાં. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદ પણ નોંધાઇ હતી. મણિનગરમાં રવિરાજ સોસાયટી અને ઇસનપુરમાં પાણી ભરાયાની ફરિયાદ કોર્પોરેશન ને મળી હતી.

હવામાન ખાતાની વિગતો મુજબ રાજ્યમાં આ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ આગામી દિવસોમાં અને આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button