Ajab GajabIndia

ટ્રાફિક પોલીસે પકડાવ્યો 59,000 રૂપિયાનો મેમો: કેટલા નિયમો તોડ્યા હતા,જાણો

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બાદ હવે મેમો પર તેની અસર જોવા મળી રહી છે. હરિયાણાના ગુરુગ્રામમાં ટ્રાફિક પોલીસે એક વાહનનો 59,000 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ દંડ ટ્રેક્ટર ચાલકને થયો હતો. આ પહેલા ગુરુગ્રામમાં જ એક સ્કૂટી ચાલકને 23 હજાર રૂપિયાનો દંડ કરાયો હતો. ટ્રેક્ટર-ટ્રોલી ડ્રાઇવરને અનેક ટ્રાફિકના ધોરણોને ઉલ્લંઘન કરવા બદલ રૂ.59,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમની ગણતરી નવા સુધારેલા મોટર વાહન અધિનિયમ મુજબ કરવામાં આવી હતી.

ઘટનાની જાણકારી મુજબ મંગળવારે બપોરે ગુરુગ્રામના ન્યૂ કોલોની વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ઘ કાર્યવાહી કરી હતી.તેની ઉપર આ કાયદાઓના ઉલ્લંઘન માટે દંડ કરવામાં આવ્યો હતો: તેની પાસે લાઈસન્સ નહોતું. ચાલકે પાસે ઈન્સ્યોરન્સ, આર.સી બુક એકપણ વસ્તુ નહોતી. ટ્રેક્ટરની ટ્રોલીમાં ખતરનાક સામાન રાખવા, ખરાબ રીતે ડ્રાઈવિંગ કરવા માટે તેમજ ટ્રાફિકનો નિયમ તોડવો, રેડ સિગ્નલ તોડ્યું હતું અને પીયુસી પણ નહોતું એમ કુલ મળીને તેને 59000 રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો.

દેશભરમાં 1લી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા છે.અનેક લોકો આ નવા નિયમોની ઝપેટમાં આવી ગયા છે. આ પહેલા દિલ્હીમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા પર ચાલાક ને 23,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. 24,000 અને 35,000 રૂપિયાનો દંડ પણ વાહન ચાલકોને થઈ ચૂક્યો છે.

આ નવા દંડ 1988 ના મોટર વાહન અધિનિયમમાં કરવામાં આવેલા સુધારાના પરિણામ છે. આ વર્ષની શરૂઆતમાં સંસદ દ્વારા આ સુધારાને મંજૂરી આપવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમોની ઉલ્લંઘન કરવા બદલ દંડમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો.

Back to top button