મોટા ટ્રાફિક દંડથી બચવું હોય તો મોબાઈલમાં આ બે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો

અત્યારે  ટ્રાફિકના નવા નિયમો ચર્ચાનો મુદ્દો બની ગયો છે.નવા ટ્રાફિક નિયમો મુજબ વાહન ચાલકોના દંડની રકમ ખૂબ જ વધારી દેવામાં આવી છે. દંડની રકમ 10 ગણી વધારી એવામાં આવી છે અને 1લી સપ્ટેમ્બરથી આ નિયમો દેશમાં લાગૂ થયા છે.દેશમાં અનેક લોકોને મસમોટી રકમ જેવી કે 23000 રૂપિયા, 59000 રૂપિયા જેવી મોટી રકમના દંડ થઇ રહ્યા છે. થોડા દિવસોમાં ગુજરાતમાં પણ આ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે જાણીએ કે  આનાથી બચવા શું કરવું જોઈએ..

Loading...

ટ્રાફિકના નિયમો મુજબ તમારી પાસે ઈન્સ્યોરન્સ, પીયુસી સહિતના કાગળો હોવા જરૂરી છે. તમારું લાઇસન્સ પણ હોવું જોઈએ અને કાગળો ન હોય તો ભારે દંડ થાય છે. ઘણીવાર આ કાગળો ખોવાઈ જતા હોય છે અથવા લોકો સાથે લેવાનું ભૂલી જતા હોય છે પણ તમે આ કાગળો મોબાઈલમાં રાખી શકો તેનો એક ઉપાય છે અને તે સરકાર માન્ય છે જેને પોલીસ પણ સ્વીકારે છે. 2 એવી એપ્લિકેશન છે જેમાં તમે તમારા સરકારી દસ્તાવેજો રાખી શકો છો અને પોલીસ માંગે ત્યારે તમે ફોનમાં જ તેને બતાવી શકો છો.

પહેલી એપ્લિકેશનું નામ છે ડિજિલોકર એપ.  જેમાં તમે પોતાના ડોક્યુમેન્ટ્સ ડિજિલોકરમાં સેફ રાખી શકો છો. લાઇસન્સ,પીયુસી, રજીસ્ટ્રેશન વગેરેની ડિજિટલ કોપી સંભાળીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસના માગવા પર આ ડિજિટલ કોપી માન્ય માનવામાં આવશે. સરકારે આ માટે digilocker.gov.in વેબસાઈટ બનાવી છે. તમારે તેમાં એકાઉન્ટ બનાવવું પડશે જે એકદમ ફ્રી છે અને બાદમાં તેની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરવાની હોય છે.

Loading...

એપ્લિકેશનમાં તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ડિજિલોકર દ્વારા ઈન્સ્યોરન્સ કંપનીનો પણ એક્સેસ હશે. આ એપ્લિકેશનમાં દરતાવેજો સાથે કોઈ પણ ચેડાં થવાની શક્યતા નથી.

બીજી એપ્લિકેશન નું નામ M-Privahan એપ છે. NCI દ્વારા તૈયાર કરાયેલી એમ-પરિવહન એપમાં  ડ્રાઈવિંગ લાઈસન્સ, રજીસ્ટ્રેશન પેપર, ઈન્સ્યોરન્સ અને પીયુસી સર્ટિફિકેટ સ્કેન કરીને મોબાઈલ ફોનમાં જ રાખી શકાય છે. ગુગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

એમ-પરિવહન એપમાં ગાડીના માલિકનું નામ, રજીસ્ટ્રેશન તારીખ, ઈન્સ્યોરન્સની તારીખ વગેરે જાણકારી રહે છે. આવી એપ્લિકેશન ની મદદથી વાહનના કાગળો સાથે રાખવાની જરૂર પડતી નથી અને ગમે ત્યારે પોલીસ માંગે ત્યારે મોબાઈલ આગળ કરીને તેમને બતાવી શકાય છે.

Loading...
Loading...