ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો 16 તારીખથી લાગુ, રૂપાણી સરકારે દંડની રકમમાં આપી મોટી રાહત, જાણો વિગતે

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વિહિકલ અધિનિયમમાં ફેરફાર કર્યા બાદ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો છે પણ લોકોમાં આક્રોશ જોતા આખરે ગુજરાત સરકારે દંડની રકમમાં રાહત આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો 16મી સપ્ટેમ્બરથી અમલમાં આવી જશે.રાજ્ય સરકારે દંડની રકમમાં લોકોને મોટી રાહત આપી છે.

Loading...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટેની સત્તા રાજ્ય સરકારને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે કેટલાક ગુનામાં દંડની રકમમાં રાહત આપવામાં આવશે. જ્યારે પોલીસ કે RTO અધિકારી જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે તમારે હાર્ડ કોપી જ આપવી જરૂરી નથી.દરેક દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. ડિજિટલ દસ્તાવેજો પણ માન્ય ગણાશે અને પોલીસ દંડ કરી શકશે નહીં.

નવા નિયમો મુજબ આટલો દંડ થશે:

લાયસન્સ ન હોય તો પ્રથમવાર 500 રૂપિયા દંડ લેવાશે અને બીજીવાર પકડાય તો 1000 રૂપિયા દંડ લેવાશે. વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે.

Loading...

કાચ પર બ્લેક ફિલ્મ લગાવી હશે તો પહેલીવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.અડચણરૂપ પાર્કિંગ કરશો તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.

લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ કરવામાં આવશે.સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ ફટકારાશે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી પર 100 રુપિયા દંડ. એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડના વાહનને સાઈડ ન આપવા બદલ 1000 રુપિયા દંડ ફટકારવામાં આવશે.

Loading...
Loading...