48 કલાક રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી,અમદાવાદમાં ધમધોકાર વરસાદ ચાલુ

ગુજરતમાં હાલ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં બફારા બાદ મોડી રાત્રે વરસાદ શરુ થયો હતો તે સવાર સુધી ચાલુ જ રહ્યો છે. અમદાવાદમાં સવારે 8-9 વાગ્યા આસપાસ વાતાવરણ એવું બની ગયું હતું કે જાને સાંજ પડી ગઈ હોય.સવારે કામે જતા લોકોને ભારે વરસાદે પરેશાન કર્યા હતા. જો કે હજુ પણ 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.અમદાવાદમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં તો જાણે બારે મેઘ ખાંગા થયા છે ત્યારે હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમની જળસપાટી 136ને પાર કરી ગઈ છે. ગુજરાતમાં મોટાભાગના ડેમ-જળાશયો છલકાઈ ગયા છે જેથી ખેડૂતો પણ રાજી થઇ ગયા છે.

આ વર્ષે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં એવરેજ વરસાદ 100 ટકા ને પાર કરી ગયો છે. રાજ્યની વરસાદની ટકાવારી 110% પર પહોંચી ગઈ છે. જો કે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ જોતા લાગી રહ્યું છે કે વરસાદની ટકાવારી વધી શકે છે અને અતિવૃષ્ટિ જેવા સંજોગો પણ દેખાઈ રહ્યા છે.

Loading...
Loading...