અમદાવાદના બોપલમાં ફ્લેટ પર વીજળી પડી, લોકો ડરીને નીચે ઉતરી ગયા

અમદાવાદ શહેરમાં મધરાત અને સવારથી ભારે વરસાદ શરુ થતા ઠેરઠેર પાણી ભરાયા છે. વહેલી સવારે નોકરીએ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ થયો ત્યારે અમદાવાદના બોપલમાં એક બિલ્ડીંગ પર વીજળી  પડી હતી.તેનો વિડીયો પણ વાઇરલ થયો છે.લોકોના જણાવ્યા અનુસાર વીજળી પડ્યા બાદ દીવાલોમાં તિરાડો પડી ગઈ છે.સારથ્ય હોમ્સના બ્લોક પર વીજળી પડી હતી.

Loading...

વીજળી ધાબા પાર પાણીની ટાંકી પર અથડાઈ હતી એટેલ ટાંકી ડેમેજ થઇ ગઈ છે.ઘણા લોકોના ઘરમાં વીજળીના સાધનો પણ બંધ થઇ ગયા છે.લોકો આરોપ લગાવી રહ્યા છે કે વીજળી પસાર થઇ જાય તેના માટે બિલ્ડરે કોઈ વ્યવસ્થા કરી નહોતી. તેના કારણે દીવાલો ડેમેજ થઈ છે, વીજળીથી ચાલતા સાધનોને નુક્સાન થયું છે. લોકો ડરના માર્યા નીચે દોડી આવ્યા હતા.

Loading...
Loading...