હરિયાણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ રહી ખાલી

જેમ જેમ હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષના નેતાઓ રાજ્યમાં ઝડપથી પ્રચારમાં વ્યસ્ત છે તેટલા જ ઝડપથી તેઓ મતદારોને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ રવિવારે એક રેલીને સંબોધન કરતાં ભાજપન માટે વોટ માંગ્યા હતા.

Loading...

પીએમ મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં ‘વિજય સંકલ્પ’ રેલીને સંબોધન કર્યું હતું.પણ ખાસ વાત એ છે કે પીએમ મોદીની રેલીમાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આના સબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિવારે વડા પ્રધાન દ્વારા સંબોધન કરાયેલી રેલીમાં ઘણી ખુરશીઓ ખાલી રહી હતી.

વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલીના સ્થળે પાંચ વિભાગો બનાવવામાં આવ્યા હતા પણ આમાંથી માત્ર પીએમ મોદીની સામેનો વિભાગ જ ભરાયું હતું. બાકીના ચાર વિભાગોમાં ખાલી ખુરશીઓ હતી.રેલીના સ્થળેથી ઉત્કર્ષ કુમાર સિંહ નામના યુઝરે પરિસ્થિતિ વિશે ટ્વિટ કરીને કહ્યું કે ખુરશીઓ કેવી ખાલી રહી.વીડિયો શેર કરતા ઉત્કર્ષ કુમારે લખ્યું કે હરિયાણાના રોહતકમાં પીએમ મોદીની રેલી દરમિયાન હજારો ખુરશીઓ ખાલી પડી હતી. ભાજપે હરિયાણાના ખૂણે-ખૂણેથી લોકોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તમામ પ્રયત્નો છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ખુરશીઓ ખાલી રહી.

Loading...
Loading...