પ્રેમલગ્ન કરનારી દીકરીને માતા-પિતાએ બોલાવી અને પછી કર્યું આવું…

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમલગ્ન કરનારી દીકરીને તેના જ ઘરના સભ્યોએ માર મારી હતી. વિગતો અનુસાર યુવતીને તેના પતિ સાથે દેરાસરમાં બોલાવવામાં આવી હતી પણ તે જ્યારે આવી ત્યારે તેના પર 10 જેટલા શખ્સો તૂટી પડ્યા હતા અને યુવતીને લઇ ગયા હતા.

Loading...

યુવતીએ 2016માં ભાવિન શાહ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ બંને પોતપોતાના ઘરે જ રહેતા હતા. યુવતી પલકના પતિના જણાવ્યા અનુસાર તે પરિવારો વચ્ચે સમાધાન થઈ જાય તેવું ઈચ્છતી હતી અને તેના પપ્પાને સમજાવતી હતી. યુવતીના પતિ ભાવિને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવિને જણાવ્યું કે તેણે 2016માં આર્ય સમાજમાં લગ્ન કર્યાં હતાં.પલકના પરિવારજનો તેની વિરુદ્ધમાં હતા.પલકના પિતાનો ભાવિનના પિતા પર ફોન આવ્યો હતો અને સમાધાનની વાત કરી હતી.

મંગળવારે સાંજે નવરંગપુરામાં જૈન દેરાસરમાં પલક તેમજ ભાવિન અને ભાવિનના માતાપિતા પહોંચ્યાં હતાં. પલકના માતાપિતા અને તેમની વચ્ચે દેરાસરની ઓફિસમાં વાતચીત ચાલી રહી હતી ત્યારે પલકના કાકા અને અન્ય લોકો હથિયારો સાથે દેરાસરમાં ઘુસ્યા હતા.પલકના કાકા તેમજ અન્ય વ્યક્તિઓએ ભાવિનના માતા-પિતાને ફટકાર્યા હતા અને પલકને પણ માર મારીને તેને ઉઠાવી ગયા હતા. હાલ ભાવિને પોલીસ ફરિયાદ કરી છે અને પોતાના પર પણ જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે.

Loading...
Loading...
Loading...