સ્માર્ટ સીટી અમદાવાદના ખાડાનાં કારણે પડી જતાં યુવકને પગમાં ફ્રેક્ચર

અમદાવાદને આમ તો મેટ્રો સીટી,સ્માર્ટ સીટી જેવા નામથી સરકારી અધિકારીઓ દર્શાવતા હોય છે પણ  હકીકત કંઈક જુદી જ છે.અમદાવાદમાં વરસાદ પડે એટલે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.ગઈકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદને કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ખાડાઓ પડ્યા હતા.દર વર્ષે અનેકે શહેરીજનો આ ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે પણ તંત્રને કંઈ જ પડી નથી.

Loading...

બે અઠવાડિયા પહેલા થલતેજનો એક યુવક હેબતપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ખાડાના કારણે પડી ગયોહતો અને તેના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. આ માટે તેની 8 કલાક સર્જરી ચાલી હતી અને લગભગ 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો.તેની ધમનીને પણ નુકસાન પહોંચ્યું હતું જેના કારણે નાડીના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. જો હોસ્પિટલમાં લાવવામાં સહેજ પણ મોડું કર્યું હોત તો તેનું અંગ કાપવું પડ્યું હોત. દર વર્ષે આવા અનેક કેસ સામે આવતા હોય છે પણ સરકાર તો સ્માર્ટ સીટી ના નામે લોકોને છેતરવાનું કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.

Loading...
Loading...