લો બોલો…નાણામંત્રીએ કહ્યું કે ઓટો સેક્ટરમાં મંદી માટે ઓલા-ઉબર જવાબદાર

હાલમાં ભારતમાં ઓટો મોબાઈલ સેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલીક કંપનીઓએ ઉત્પાદન  બંધ કરી દીધું છે અને ઘણા લોકોની નોકરી પણ જોખમમાં છે. ત્યારે ભારતના નાણાં મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે ઓટોમોબાઈલ સેક્ટરની હાલત માટે અનેક ફેક્ટર જવાબદાર છે. જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી નો સમાવેશ થાય છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આજકાલ લોકો કાર ખરીદીને ઈએમઆઈ ભરવાને બદલે મેટ્રોમાં સફર કરવાનું અથવા તો ઓલા-ઉબરમાં સફર કરવાનું પસંદ કરે છે.

Loading...

હાલના સમયમાં ઓટોસેક્ટરમાં વેચાણ 50 ટકા ઘટી ગયુ છે. ઓલા, ઉબરને કારણે ગાડીનું વેચાણ ઘટી ગયુ છે એ દલીલને મારુતિના ચેરમેને એકદમ નકારી દીધી હતી. મારુતિના ચેરમેન આર.સી ભાર્ગવે જણાવ્યું કે દેશના કોમન મેન માટે હવે એન્ટ્રી લેવલ કાર ખરીદવી પણ અઘરી થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ પર વધારાના ટેક્સ અને રાજ્ય સરકાર દ્વારા ચાર્જમાં વધારાને કારણે મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગઈ છે.

GSTમાં હાલ પૂરતી કપાત મૂકવાથી ફરક નહિ પડે. તેમનું માનવુ છે કે GST ઓટો ઈન્ડસ્ટ્રીની માંગ કરતા વિરુદ્ધ છે. ઈન્ડસ્ટ્રીએ સરકાર પાસે વાહનો પર ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાની માંગ કરી હતી.

Loading...
Loading...