IndiaStory

ગણપતિ બાપ્પાનો લાડુ 17 લાખમાં વેચાયો, વજન છે 21 કિલોગ્રામ

ગણેશ ઉત્સવમાં દેશમાં જાતજાતની ગણેશની મૂર્તિઓ લોકો બનાવડાવતાં હોય છે પણ આ વર્ષે હૈદરાબાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન કંઈક અલગ જ જોવા મળ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે હૈદરાબાદમાં એક લાડુની હરાજી કરવામાં આવી અને તે લાડુ 17.6 લાખ રૂપિયામાં વેચાયો. 21 કિલોગ્રામના આ લાડુ પર સોનાની પરત લગાવવામાં આવી છે.

દર વર્ષે વિસર્જન પહેલા તેની હરાજી કરવામાં આવે છે. ગત વર્ષે લાડુની હરાજી 16.60 લાખ રૂપિયામાં થઈ હતી. આ લાડુ બાલાપુરના કોલાન રામ રેડ્ડીએ ખરીદ્યો હતો. તેઓને ચાંદીની થાળીમાં આ લાડુ આપવામાં આવ્યો ત્યારે તેમણે લાડુને તેમના મસ્તક પર રાખ્યો.

Back to top button