AhmedabadGujarat

ગુજરાતમાં આગામી 24 કલાક ભારે સાબિત થશે, તોફાની વરસાદની આગાહી

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં તો અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયા કિનારે સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશરના કારણે રાજ્યમાં હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક ભારે સાબિત થઈ શકે છે.અમદાવાદ માં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે નવસારી, વલસાડ, તાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button