BjpGujaratIndia

ટ્રાફિકના નવા કાયદાને લઇને અંદરોઅંદર ડખાં? BJP શાસિત રાજ્ય સરકારોએ પણ વિરોધ કર્યો

ભારતીય જનતા પાર્ટી આમ તો એક દેશ એક વિચાર ના મુદ્દે વાતો કરતી હોય છે પણ ભાજપ સરકાર માટે તેમનો જ કાયદો મુસબીત બની ગયો છે. નવા મોટર વ્હિકલ એકટમાં દંડની રકમને ખૂબ વધારી દીધી છે. પણ દેશની કેટલીય રાજ્ય સરકારોએ કાયદામાં દંડની રકમ ઘટાડી દીધી અને આ રાજ્યોના લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય જ સામેલ છે એ જોતા લાગી રહ્યું છે કે ભાજપની રાજ્ય સરકારો જ મોદી સરકારના નિર્ણયથી ખુશ નથી.

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીના નવા કાયદા મુજબ ટ્રાફિક નિયમોના દંડમાં લગભગ 10 ગણો વધારો કરી દેવાયો છે. દરેક દંડની રકમ હજારો રૂપિયાથી શરુ  થાય છે.પરંતુ લોકોનો આક્રોશ જોતા રાજ્ય સરકારોએ આ કાયદાનો વચગાળાનો રસ્તો કાઢ્યો અને સૌથી પહેલો રસ્તો ગુજરાતની ભજાપ સરકારે જ કાઢ્યો છે.ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ કરીને દંડની રકમમાં ઘટાડાની જાહેરાત કરી છે.

ગુજરાત બાદ મહારાષ્ટ્ર જાગ્યું અને રાજ્યના પરિવહન મંત્રીએ નીતિન ગડકરીને ચિઠ્ઠી લખી દંડની રકમ પર ચિંતા વ્યક્ત કરી.મહારાષ્ટ્રની રાહ પર ઝારખંડ અને હરિયાણા નીકળી પડ્યા. હરિયાણાએ હજુ 45 દિવસનું જાગૃતતા અભિયાન ચલાવાની વાત કહી છે.મહારાષ્ટ્ર-ઝારખંડ-હરિયાણામાં તો ચૂંટણી છે એટલા માટે દંડ ઘટાડવાના નિર્ણયને રાજકીય ગેમ માની શકાય પરંતું  ઉત્તરાખંડ અને કર્ણાટકમાં દંડની રકમ ઘટાડવાની  જાહેરાત થઇ છે.

આમ નરેન્દ્ર મોદી ભલે એક દેશ એક વિકારની વાતો કરે પણ તેમના નિર્ણયથી ભાજપની રાજ્ય સરકારો જ ખુશ નથી. અને આવા ફાલતુ નિર્ણયોથી રાજ્ય સરકારોને વોટ લેવાના ફાંફા પડી શકે તેમ હોવાથી રાજ્ય સરકારોએ મોદી સરકારના નિર્ણયથી વિરુદ્ધ જઈને પોતાનો નિર્ણય લઈ લીધો છે.

Back to top button