IndiaStory

ગણેશ વિસર્જનની ભીડ વચ્ચે નીકળી એમ્બલ્યુલન્સ, ભક્તોએ આ રીતે કરી જગ્યા

અત્યારે દેશભરમાં  ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે મહારાષ્ટ્રના પૂણેમાં  પણ અલગ અલગ જગ્યાએ વિસર્જન કરવામાં આવ્યું. આખા શહેરમાં જાણે ઉત્સવનો માહોલ હતો અને લોકો રસ્તા પર હતા પણ આ બધા વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.ગણેશ વિસર્જન દરમિયાન રસ્તા પર ભીડને કારણે પગ મુકવાની જગ્યા પણ નહોતી અને અચાનક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો.

એમ્બ્યુલન્સ આવતી જોઈને ભક્તો તરત જ રસ્તા પરથી હટી ગયા અને એમ્બ્યુલન્સ લક્ષ્મી રોડ વિસ્તારમાંથી પસાર થઈ ગઈ. એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે લોકોએ રોડ ખાલી કરાવવાનું કામ પણ કર્યું. પૂણેના જુદા-જુદા વિસ્તારોમાં ફર્યા બાદ પ્રતિમાઓનું મુઠા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના રોજ ગણેશોત્સવ શરૂ થયો હતો અને ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું.

Back to top button