Gujarat

હજુ બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ચોમાસુ નવરાત્રી સુધી લંબાઈ તો નવાઈ નહીં..!

શરૂઆતના મહિનામાં લાગતું હતું કે ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખુબ ઓછો પડશે પણ મેઘરાજા છેલ્લા રાઉન્ડમાં ગુજરાતમાં મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં લગભગ તમામ જળાશયો ભરાઈ ગયા છે.ગુજરાતમાં આ સિઝનનો 100 ટકાથી વધુ વરાળ વરસી ચુક્યો છે.રાજ્યની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ પણ  છલોછલ છે. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી દાહોદ, પંચમહાલ,વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.અમદાવાદમાં 15 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે.આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં પણ જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

Back to top button