IndiaStory

KBCમાં 1 કરોડ જીતનાર સનોજ રાજ IAS બનવા માંગે છે, જાણો તેમની રોચક વાતો

કૌન બનેગા કરોડપતિમાં ગઈ કાલે સનોજ રાજ નામના યુવકે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. તે આ સીઝનનો સૌથી પહેલો કરોડપતિ છે. 25 વર્ષની નાની ઉંમરે આવું કામ કરતા લોકોએ તેને વધાવી લીધો હતો.અમિતાભે પણ તેના ખુબ વખાણ કર્યા હતા. સસનોજ ની વાતો જાણીને  તમને પણ તેના વખાણ કરવાનું મન થશે.

સનોજ રાજ બિહારનો રહેવાસી છે. તેની સાથે તેના પિતા અને કાકા આવ્યા હતા. 1 કરોડ જીત્યા બાદ તેણે સૌથી પહેલા તેની માતાને ફોન કર્યો હતો. આપને  જણાવી દઈએ કે સનોજ રાજ IASની તૈયારી કરી રહ્યો છે. તે દિલ્હીમાં રહીને UPSCની તૈયારી કરે છે. તેનું કહેવું છે કે IAS બનીને તે સમાજમાં પરિવર્તન લાવી શકશે.

તેને પોલિસી બનાવવા અને તેનો અમલ કરવામાં રસ છે. તે આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરવા માંગે છે. વરસાદી પાણીના સંગ્રહ, ગામમાં ડ્રેનેજ સિસ્ટમ અને વધુ વૃક્ષ વાવવા અંગે પોલિસીની જરૂર છે. સનોજ સાદી જીવનશૈલી અને ઉચ્ચ વિચારોમાં માને છે. અમિતાભ બચ્ચને સ્વીકાર્યું કે આવા ઊંચા વિચારો ધરાવતા યુવાનો દેશના ભવિષ્યને આકાર આપી શકે તેમ છે.

સનોજ કરોડ રૂપિયા જીત્યા પછી હવામાં નથી ઊડવા માંગતો. તેણે કહ્યું કે તેના જીવનમાં આનાથી પણ મોટા લક્ષ્ય છે. અત્યારે સિવિલ સર્વિસની પરીક્ષા પર જ ફોકસ રાખી રહ્યો છે.IAS બનીને તે લોકોની સમસ્યા દૂર કરવા માંગે છે. સનોજે કહ્યું કે તેની સાથે 10 કન્ટેસ્ટન્ટ એક જ હોટેલમાં રહેતા હતા અને થોડા જ સમયમાં તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.

Back to top button