Gujarat

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ ઓવરફ્લો થવાની તૈયારીમાં, મોદી લઈ શકે છે મુલાકાત

આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપરવાસમાં ભારે કારણે  ગુજરાતના  નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવ્યું છે.નર્મદા ડે મની ઊંચાઈ વધારવામાં આવી હતી અને 138  મીટર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે આ વખતે ડેમ 138 મીટરની  સપાટી પરથી ઓવરફ્લો થાય તેની સાક્ષી પીએમ મોદી પણ પુરાવે તે માટે પણ તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિને ગુજરાત આવે ત્યારે સરદાર સરોવર ડેમ જોવા આવે તેવી શક્યતા છે.

આજે મધરાતે નર્મદા ડેમ 138 મીટરની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે હાલ ડેમનું લેવલ 137.98 મીટર પર પહોંચી ગયું છે. નર્મદા ડેમ બન્યો ત્યારથી તેમાં પાણીનું સ્તર ક્યારેય આટલું ઉપર નથી ગયું.

ડેમમાંથી 23 દરવાજા ખોલીને 7.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  પાણી છોડાતા નર્મદા નદીની સપાટી પણ જોખમી સ્તરે પહોંચી ગઈ છે. 175 જેટલા ગામડાંમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે અને તંત્રને ખડેપગે તૈનાત રખાયું છે.

સીએમ રુપાણીએ જાહેરાત કરી હતી કે મંગળવારે સવારે નર્મદાની મહાઆરતી થશે.પીએમ જે સ્થળોની મુલાકાત લઈ શકે તેમ છે તેની સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી દીધી છે. નર્મદા ડેમ 138 મીટરની સપાટીને ક્રોસ કરે ત્યારે સીએમ રુપાણી સહિત મંત્રીઓ નર્મદાના નીરના વધામણા કરવા સરદાર સરોવર ડેમ પહોંચશે અને આ ઐતિહાસિક ઘટના ના સાક્ષી બનશે.

Back to top button