Ajab GajabGujarat

લો બોલો…ગુજરાતના આ શહેરમાં યોજાશે પાદવાની સ્પર્ધા

આજકાલ દુનિયામાં અવનવી સ્પર્ધાઓ યોજાતી હોય છે ત્યારે ગુજરાતના સુરતમાં એક સ્પર્ધા થવાની છે તે જાણીને તમે ચોકી જશો. 22 સપ્ટેમ્બરના દિવસે સવારે 10.30 વાગ્યે સુરતમાં પાદવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.હા તમે બરાબર જ વાંચ્યું, સુરતમાં પાદવાની સ્પર્ધા યોજાવાની છે.

પાછા નિયમ કેવા? તો કહે, સ્પર્ધામાં ભાગ લેનારા લોકો પૈકી જે જોરથી અથવા તો અલગ રીતે પાદશે તેને ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 100 રૂપિયા પણ આપવા પડશે.હા પાદવાના 100 રૂપિયા. સ્પર્ધામાં જીતનાર વ્યક્તિને રૂપિયા 15,000નું ઈનામ આપવામાં આવશે.

સુરતમાં રહેતો યતીન સંગોઈ નામનો યુવકે પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તે જોરથી પાદ્યો. તો પરિવારે મજાકમાં કહ્યું કે જો ક્યાંક પાદવાની સ્પર્ધા યોજાશે તો તું જીતી જઈશ. લો આટલું જ હતું પણ એમાં તો યુવકે પાદવાની સ્પર્ધાનું આયોજન કરી નાખ્યું.

આયોજક યુવકે કહ્યું કે સુરત સિવાય પણ દેશમાંથી આ સ્પર્ધામાં લોકો ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં ભાગ લેનારને શરૂઆતમાં બટાકા, કઠોળ અને મૂળાનો નાસ્તો આપવામાં આવશે કે જેથી તેઓને સ્પર્ધામાં લાભ મળે.

Back to top button