IndiaInternational

વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવા માટે પાંચ દિવસ બાકી રહ્યા, 5 દિવસ પછી બધી જ આશા ખતમ થઇ જશે

ભારતના મિશન ચંદ્રયાન-2ના લેંડર વિક્રમ સાથે સંપર્ક જોડવા માટે ઈસરો પાસે હવે 5 દિવસ જ બચ્યા છે. આપણે જાણીએ છીએ કે લેંડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક 7 સપ્ટેમ્બરે તૂટી ગયો હતો. ત્યાર પછી નાસાના લેંડર વિક્રમ સાથે સંપર્ક કરવાના તમામ પ્રયત્ન પણ નિષ્ફળ સાબિત થયા છે. વિક્રમ લેંડરને ચંદ્રના એક દિવસ સુધી કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે એટલે કે પૃથ્વીના 14 દિવસ થાય છે.

આપને જણાવી દઈએ કે ચંદ્ર પરનો એક દિવસનો સમય પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. એટલે 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર પર રાત થશે.  વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની જીંદગી જ 14 દિવસ માટે જ ડિઝાઇન કરવામાં આવે છે.

નાસાનું લૂનર ઓર્બિટર ચંદ્રની તે જગ્યાની તસ્વીર લેશે જ્યાં 7 સપ્ટેમ્બરની સવારે વિક્રમ લેન્ડરે હાઈ લેન્ડિંગ કરી હતી. જોકે ત્યાં સાંજ થવા લાગી છે એટલે તસ્વીર કેટલી સ્પષ્ટ આવશે તે કહી શકાય નહીં. 21 સપ્ટેમ્બરે ચંદ્ર પર રાત થઈ જશે અને આ સાથે જ વિક્રમ લેંડર સાથે સંપર્કની બધી જ આશા સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. નાસા પણ ઈસરોની વિક્રમ લેંડરનું લોકેશન શોધવામાં મદદ કરી રહ્યું છે. નાસા લેંડિંગ સાઈટની તસવીરો મોકલી શકે છે એટલે લેંડરના સંપર્કમાં સફળતા મળવાની શક્યતા છે.

ઈસરો દ્વારા પણ સંપર્ક કરવાની સતત કોશિશ કરાઈ રહી છે. જોકે અત્યાર સુધી ઈસરોએ વિક્રમ લેંડરની તસવીર જાહેર નથી કરી. નાસાના ઓર્બિટરમાં લાગેલા હાઈ રિઝોલ્યુશન કેમેરાએ થોડા દિવસ પહેલા અપોલો 11ની લેંડિંગ સાઈટના ફોટા મોકલ્યા હતા.નાસાની તસવીરો એટલી સ્પષ્ટ છે કે તેમાં ચંદ્ર પર પડેલા માણસના પગલા પણ જોઈ શકાય છે. ઈસરોના એક અધિકારીએ કહ્યું કે ચંદ્ર પર વિક્રમના હાર્ડ લેન્ડિંગે તેના પુનઃસંપર્કને મુશ્કેલ બનાવ્યો છે. ચંદ્ર પર લાગેલા ઝટકાને કારણે લેન્ડરને નુકસાન પહોંચવાની પણ શકયતા વ્યક્ત કરી છે જેનાથી સંપર્ક થવાની શક્યતા બહુ જ ઓછી છે.

Back to top button