CrimeGujarat

ગાંધીનગરઃ ઢબુડીમાં ઉર્ફ ધનજી ઓડે પોલીસ સમક્ષ આપ્યું એવું નિવેદન કે પોલીસ પણ ચોંકી ગઈ

ધર્મની આડમાં અંધશ્રદ્ધા ફેલાવી લોકોને છેતરતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા પર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે લાંબા સમયે પોલીસ સ્ટેશનમાં પહોંચેલા ધનજી ઓડે એવું નિવેદન આપ્યું છે કે ગાંધીનગર પોલીસ પણ મૂંઝવણમા છે. ધનજીએ કહ્યું કે તે આઈ કોન્ટેક્ટ ન કરવા માટે હંમેશા ઘૂંઘટમાં રહેતો હતો. તે તેના કોઈ ભક્તને ઓળખતો નથી અને ભક્તો પણ તેને ઓળખતા નથી.

ઉલ્લેખનીય છે કે ધનજીએ જામીન અરજી કરી હતી પણ કોર્ટે તે ફગાવી દીધી હતી.બાદમાં શુક્રવારે ધનજી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા માટે ગયો હતો. સુરતના ભીખા માળિયાએ ધનજી પર આરોપ લગાવ્યો હતો કે તેના કહેવાથી તેમના કેન્સરગ્રસ્ત દીકરાએ દવાઓ લેવાનું બંધ કર્યું અને તેનું મોત થયું. ધનજીએ કેન્સર માટે દવા ન  લેવાનું કહ્યું હતું તેવો ભીખાભાઈનો આરોપ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ધનજીને પૂછ્યું કે શું તે માળિયાના દીકરાને ઓળખે છે તો ધનજીએ કહ્યું તે નથી ઓળખતો. ધનજીએ કહ્યું કે તે હંમેશા ઘૂંઘટમાં રહેતો હોવાથી ભક્તોનો ચહેરો નથી જોયો.

પોલીસ શિકારીના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન મુશ્કેલી સર્જાઈ શકે છે.કારણ કે ધનજીના કોઈ ભક્તોએ તેને સલાહ આપતા સમયે જોયો નથી. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જે એનુર્કરે કહ્યું કે તેઓ હજુ સુધી ધનજીની કઈ કલમ હેઠળ ધરપકડ કરવી તે નક્કી કરી શક્યા નથી.

ધનજી સામે ફરિયાદ નોંધાયા બાદ અનેક લોકો સામે આવ્યા છે,જેમાં હાલમાં જ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ધનજી સામે છેતરપિંડી અંગેની વધુ એક અરજી થઈ છે. એક પરિવારની દીકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી રૂપિયા બે લાખ ઢબુડી માતાના નામે ધનજી ઓડે પડાવી લીધા છે તેવો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે.

Back to top button