Gujarat

PSI એ ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઉઠક બેઠક કરાવી, પણ આ કૃત્ય તેને જ ભારે પડી ગયું

આજથી ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો અમલમાં આવી ગયા છે અને અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ બનાવો પણ બન્યા હતા.પંચમહાલના કાલોલમાં ટ્રાફિક નિયમોનું પાલન  કરાવવા પોલીસે કડક વલણ રાખ્યું હતું જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પીએસઆઈ દ્વારા ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. પણ આ કૃત્ય PSI ને ભારે પડી ગયું છે.

ઘટનાની વાત કરીએ તો વાહન ચેકિંગ દરમિયાન એક  રીક્ષા ચાલકને રોકવામાં આવ્યો. ત્યાર બાદ ફરજ પર રહેલા PSI દ્વારા આ વાહન ચાલકોને ઉઠક-બેઠક કરાવી જવા દીધા હતા. પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી PSIની કાર્યવાહી સામે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન જતા જિલ્લા પોલીસ વડા દ્વારા તે PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Back to top button