Gujarat

PM મોદીના બંદોબસ્તમાં PSIએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગોળી મારી આપઘાત કર્યો

આજે પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પોતાના માથામાં ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મૃતક પીએસઆઈનું નામ એન.સી. ફિણવીયા હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઇએ ઉપરી અધિકારીની હેરાનગતિથી આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. અંતિમ ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે.

મૃતક પીએસઆઈ ફિણવીયા નવસારીમાં ફરજ બજાવતા હતા. પીએમ સરદાર સરોવર ડેમ ખાતે આવવાના હોવાથી તેમના કાર્યક્રમના બંદોબસ્તમાં તેમને કેવડિયા કોલોની મોકલવામાં આવ્યા હતા. જો કે આજે સવારે તેમણે સર્કિટ હાઉસ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ.બી. કોંકણીની સર્વિસ રિવોલ્વર માગી હતી. રિવોલ્વર સાથે ફોટા પડાવવા છે તેમ કહી PSIની રિવોલ્વર માગી હતી.

બાદમાં તે રિવોલ્વરથી જ પોતાના કપાળમાં ગોળી મારી દીધી હતી. ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફિણવીયાએ અગમ્ય કારણોસર ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય અધિકારીઓને પણ જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી ગયા હતા. પોલીસે હાલ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

Back to top button