Gujarat

આ અઠવાડિયાના અંતમાં અમદાવાદ સહીત રાજ્યમાં ભારે વરસાદી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે પણ ફરી એકવાર વરસાદની શક્યતા દેખાઈ રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ થવાનો છે. અઠવાડિયાના અંતમાં વિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આજે દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેમજ ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદ થશે. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદી છાંટા થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં ફરી તોફાની વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જે શહેરીજનો માં ચિંતામાં મુકાઈ શકે છે.

Back to top button